ભરૂચઃ ગુજરાત સહિત દેશ માટેના મહત્ત્વપૂર્ણ એવા ત્રણ પ્રોજેકટના પ્રારંભે જ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ભરૂ, કેવડિયા અને દહેજની પ્રથમ વખત મુલાકાતે આવે તેવી શક્યતા છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર સરોવર નર્મદા ડેમની ઊંચાઈ ૧૩૮ મીટર વધારવા ૩૦ દરવાજા લગાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. નર્મદા પર ૧૩૪૪૪ મીટરની લંબાઈ ધરાવતા રૂ. ૩૭૯ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ (એકસ્ટ્રા ડોઝ) બ્રિજની કામગીરી ૮૭ ટકા પૂર્ણ થઈ ગઈ છે. તેમ એપએચએઆઈનાં પ્રોજેક્ટ મેનેજર એસ. પી. શર્માએ જણાવ્યું હતું. આ બ્રિજનું કામ પૂરું કરવાની સમયમર્યાદા ડિસેમ્બર, ૨૦૧૬ નક્કી કરાઈ હતી.