દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતાને પાણી ભરવા રોજ ૧ કિમી ચાલવું પડે છે

Friday 12th June 2020 06:49 EDT
 
 

ડાંગ: વર્ષ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ હાલમાં દરરોજ ૧ કિમી જેટલું ચાલીને પીવાનું પાણી ભરવા જાય છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે એ ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે હજુ પણ પીવાના પાણી માટે તેનો સંઘર્ષ જારી છે.
ડાંગમાં દર ચોમાસે ૧૦૦ ઇંચથી વધુ વરસાદ વરસવા છતાં ઉનાળામાં ૩૧૧ ગામ પાણીની હાડમારી વેઠે છે. અહીં આહવાના સરકારી આવાસોમાં પણ પાણી આવતું નથી, ત્યારે અંતરિયાળ ગામડાંની પાણી સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે. સાગના જંગલોથી સમૃદ્ધ પ્રદેશની પ્રજા પાણી માટે કેવી યાતના વેઠી રહી છે તેનો આ પુરાવો છે.
આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, હું ઓલિમ્પિકની તૈયારી માટે પોલેન્ડ ગઇ હતી. ત્યાંથી પંજાબ ખાતેના ખેલકૂદ સેન્ટરમાં બે મહિનાની ટ્રેનિંગ લીધા બાદ લોકડાઉનના સાત દિવસ પછી પોતાના ગામ કરાડીઆંબા પરત આવી હતી. જ્યાં હાલ માતા-પિતા સાથે ખેતરનું કામ અને કૂવા પરથી પાણી ભરીને લાવવું મારો રોજનો નિત્યક્રમ બની ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter