સુરતઃ વલસાડ જિલ્લાના ધરપરુના પીડવડ ગામની એક આદિવાસી મહિલાએ જન્મજાત હાઇડ્રોસેફાલસની બીમારીથી પીડિત બાળકને ૪ માસ પહેલા જન્મ આપ્યો હતો. ધરપરુનામાં ચાર માસની પ્રાથમિક સારવાર બાદ ૬ઠ્ઠી મે સુરતમાં નવી સિવિલ હોસ્પિટમાં લાવવામાં આવ્યું હતું બાળકનું માથું સામાન્યથી બે ગણું મોટું થઈ ગયું હતું. જેથી લોકોને એલિયન જેવું બાળક જન્મ્યું હોવાનું કહેવાતા બાળકને જોવા માટે લોકો હોસ્પિટલમાં જમાવડો થઈ ગયો હતો.
વધુમાં તબીબોએ જણાવ્યું હતં કે નોર્મલ રીતે બાળક જન્મે ત્યારે બાળકનું માથું ૩૫ સેન્ટીમીટર હોય છે. અને ચાર માસ માટે ૩૮ સેન્ટીમીટર હોય છે. જ્યારે બાળકનું માથુ ૭૧ સેન્ટીમીટર તેમજ જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેનું વજન ૨.૫ કિલોનું હતું. જ્યારે આજે તેનું ચાર માસ ૫.૫ કિલો વજન હોવાનું પણ જણાવ્યું હતું.