નવસારી: નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારને મદદરૂપ થવા વર્ષોથી ગેરેજમાં કામ કરતા યુવકે વાહનોનાં કાટમાળમાંથી ઇલેક્ટ્રીક બાઇક બનાવી છે. જે લોકોને પસંદ પણ પડી રહી છે. નવસારીના દરગાહ રોડ રહેતો યુવક હમજા કાગદી માત્ર ધો. ૮ સુધી ભણ્યો અને એ પછી અભ્યાસ છોડીને ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો થયો હતો. ઓટો મોબાઈલના ક્ષેત્રમાં રુચિ વધતાં હમજાએ ઇ-બાઇકની બારીકી સમજ્યા બાદ આ બાઈક બનાવી છે. આ ઈ-બાઈક ૬ કલાકના ચાર્જિંગ બાદ ૬૦ કિમી ચાલે છે. હમજા આ ઈ-બાઈક બનાવવા અંગે કહે છે કે બાઈક્સના અને અન્ય વાહનોનાં કાટમાળમાંથી પોતે પહેલાં ડિઝાઇન બનાવી હતી.
એ પછી ડિઝાઈનના આધારે ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી છે. હમજાની આ બાઇકને જોઈ આસપાસના સહિત બહારથી આવતા લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે. નવી ડિઝાઇનમાં ઇ-બાઈક બનાવવા માટે ઓર્ડર પણ આપી રહ્યા છે.