નવસારીઃ જિલ્લાના બીલીમોરા ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકોને ધાકધમકી આપી લાંચ પેટે તાજેતરમાં લોન્ચ થયેલો રૂ. 1.45 હજારનો એપલ આઇફોન માંગનાર પોલીસ ઇન્સપેક્ટર દિનેશ જે. કુબાવતની એસીબીએ ધરપકડ કરી છે. ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. તરીકે ફરજ બજાવતા કુબાવતે માછીમારોને કહ્યું હતું કે તમારે છુટક લાઈટ ડીઝલનુ વેચાણ કરવું હોય તો ‘વ્યવહાર’ કરવો પડશે, નહીંતર ધંધો બંધ કરાવી દઇશ. આમ કહીને તેણે લાંચ પેટે રૂ. 1.45 લાખના આઈફોનની માંગણી કરી હતી.