ગાંધીનગરઃ મધ્ય પ્રદેશના હોશંગાબાદ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત રહેતા નર્મદા ડેમની સપાટીમાં ૧૦ કલાકમાં જ ૧.૫૦ મીટરનો વધારો થઇ ગયો છે. અત્યાર સુધીમાં ડેમની સપાટી ૫.૭૦ મીટર જેટલી વધી ચૂકી છે. ડેમની સપાટી ૧૧૬.૭૦ મીટર નોંધાઇ હતી. ડેમ હજી પણ ૨૨ મીટર જેટલો ખાલી છે. નર્મદા ડેમની સપાટી ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે વધી રહી છે. ૨૧મી ઓગસ્ટ રાતથી પાણીની આવક વધી જતાં ૧૦ કલાક માં ડેમની સપાટી ૧.૫ મીટર વધી હતી.