કેવડિયા: સરદાર સરોવર નર્મદા બંધ જૂન મહિનામાં પ્રથમવાર પોતાની મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સાતમી જૂને છેલ્લા ૪૮ કલાકમાં ઉપરવાસમાં પાણીની આવક થતા ૩ મીટર વધી હતી અને સાતમીએ ૧૨૫ મીટરને પાર કરી ગઈ હતી. જો દરવાજા ના હોત તો આજે નર્મદા બંધ ચોમાસુ શરૂ થતાં પહેલાં જ ઓવરફ્લો થયાનો એક રેકોર્ડ બની જાત, પરંતુ હાલ દરવાજા બંધ છે ત્યારે સરદાર સરોવરની જળ સપાટી ૧૨૫ મીટરને પાર કરી ગઈ છે. વર્ષ ૨૦૧૯માં આજની તારીખે ૧૨૦.૨૯ મીટરે હતી.