નવસારીઃ સુરતના કરતારગામ વિસ્તારમાં અંકુર સ્કૂલ પાસે આવેલા સાઈ હેવન ફ્લેટમાં પહેલા માળે રહેતા શૈલેશ પાલડિયાએ ખેડા જિલ્લાના કપડવંજની રહેવાસી યુવતી સાથે પરિચય કેળવીને યુવતીને ભાગીદારીમાં બ્યુટીપાર્લરનો ધંધો શરૂ કરવા સુરતમાં જહાંગીરપુરા બોલાવી હતી. ૧૩મી માર્ચે મિટિંગ બાદ શૈલેષ, તેનો મિત્ર ફિયાદ તથા હેમલ આ યુવતીને ડુમસ ફરવા લઈ ગયા હતા.
એ પછી સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ તેને ડુમસથી સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં બેસાડી નવસારી હાઇ-વે પરના એક ફાર્મહાઉસ ઉપર લઇ ગયા હતા. ત્યાં તેમણે તેને કોલ્ડ્રિંક્માં કોઈ નશીલી દવા ભેળવી અર્ધબેભાન કરીને ત્રણે મિત્રોએ યુવતીની મરજી વિરુદ્ધ સામૂહિક બળાત્કાર કર્યો હતો. ત્રણેય આટલેથી અટક્યા ન હતા. યુવતીએ ક્યાંય ફરિયાદ ન કરતાં શૈલેષ પાલડિયા અવારનવાર ફોન કરીને પાછી આવવા ધમકી આપી બ્લેકમેઇલ કરવા માંડયો હતો. અંતે ડરેલી યુવતીએ પરિચિત મારફતે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.