નવસારી: દશેરા ટેકરીમાં લુન્સીકૂઈ મેદાન સામે પુષ્પક સોસાયટીની અવાવરું જગ્યામાં ૧૮મીએ પહોંચેલા દીપડાને લઈ અફરાતફરીનો માહોલ છવાયો હતો. સવારે ૮ વાગ્યાથી તીઘરા વિસ્તારમાંથી આવી ચડેલો દીપડો ભારે જહેમત બાદ સાંજે પોલીસ લાઈનમાંથી ઝડપાયો હતો. જોકે દીપડાને પકડવા જતા ચાર જણા હુમલાનો ભોગ બન્યા હતા.