વડોદરાઃ સ્ટર્લિંગ જૂથના ૮૧૦૦ કરોડના બેંક કરોડ કૌભાંડમાં સંડોવાયેલા નીતિન સાંડેસરાને તિરાના સરકાર દ્વારા નાઇજિરિયામાં કાઉન્સેલ ઓફ ઓનર (માનદ રાજદ્વારી) તરીકે નિમવામાં આવ્યા હતા.જેને કારણે નીતિન રાજદ્વારી વિશેષાધિકાર (ડિપ્લોમેટિક ઇમ્યુનિટી) સાથે નાઇજીરિયામાં રહેતો હતો.પરંતુ તિરાનાની સરકાર સામે સાંડેસરાના કૌભાંડની વિગતો આવતાં તેના પદ પરથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.
સ્ટર્લિંગ જૂથ દ્વારા દેશની વિવિધ બેંક સાથે ૮૧૦૦ કરોડનું બેંક લોન કૌભાંડ આચર્યું છે. કોર્ટ દ્વારા જૂથના કૌભાંડી ડાઇરેક્ટરોને ભાગેડુ જાહેર કરીને તેમની સામે નોન બેઇલેબલ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યાં છે.