સુરતઃ સાધિકાઓ સાથે કામલીલા અને પાપલીલા કરનારા બળાત્કારી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સુરતની લાજપોર જેલમાં બંધ સાંઇને નવમી મેએ જેલમાં કામગીરી સોંપવામાં આવી હતી. જેલસત્તાએ આ કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું. નારાયણને પ્રાયોગિક ધોરણે આ કામગીરી સોંપાઇ છે તે કાચો ચહેરો હોવાથી ત્રણ મહિના તેમને એક પણ રૂપિયો મહેનતાણુ મળશે નહીં. એ પછી દૈનિક રૂ. ૭૦ રોજ મળશે.
જોધપુર જેલમાં બંધ બળાત્કારી પિતાના કુકર્મનો વારસદાર પુત્ર નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલમાં આજીવન કારાવાસ પામ્યો છે. સાંઇને જેલના બગીચામાંથી સૂકો કચરો ઉપાડવાની અને ઘાસ કાપવાની કામગીરી સોંપાઇ હતી.
આશ્રમમાં સેવાના ભાગરૂપે બાગ-બગીચાની સાફ-સફાઇ કરાવતો નારાયણ હવે પોતે જેલના બગીચામાં ત્રણ મહિના ‘સરકારી સેવા’ના ભાગરૂપે ઘાસ કાપશે.