કરજણ-ભરૂચ: ભરૂચના લિંક રોડ પર રહેતી ૧૦ વ્યક્તિઓ રવિવારની રજા હોવાથી નારેશ્વરમાં નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી. આ તમામમાંથી ઉત્સવ, આદિત્ય અને આયુષ્યમાન નામના ત્રણ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં ત્રણેએ ‘બચાવો... બચાવો’ની બૂમો પાડી હતી પરંતુ નર્મદા નદીમાં રેતી ખનનના કારણે પડેલા ઊંડા ખાડામાં ત્રણે ડૂબતાં ગયાં હતાં. લોકોએ બૂમાબૂમ કરતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને નર્મદા નદીમાં આશરે એક કલાક કરતા વધારે સમયની શોધખોળ બાદ ત્રણેના મૃતદેહો મળ્યા હતાં.