સુરતઃ નોટબંધીના કારણે સુરતના વેડરોડ પરાગીયા જ્ઞાતિ સમાજમાં લગ્નપ્રસંગે જાનૈયાઓને ફક્ત ચા-પાણી કરાવીને લગ્નવિધિ સંપન્ન કરી જાનૈયાને વિદાય કરાયા હતા. નોટબંધી બાદ લગ્ન સહિતના અન્ય ભપકાદાર ખર્ચા બંધ કરવા સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલે છે. જેને પગલે સુરતના વરાછા વિસ્તારમાં અનેક ભવ્ય લગ્નને બદલે સાદગીથી લગ્ન થઈ રહ્યા છે. તેને સમાજના અગ્રણીઓ આવકારી પણ રહ્યા છે.
લોકો આમંત્રણ પત્રિકામાં લખી રહ્યા છે કે, સવિનય જણાવવાનું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમારા સમાજે લીધેલા નિર્ણય મુજબ અમારા પુત્ર-પુત્રીના લગ્ન પ્રસંગે કુટુંબ પૂરતું સાદાઈથી રાખ્યું છે જેની નોંધ લેવી. સુરતના અનેક લોકોના મોબાઈલમાં આ પ્રકારના મેસેજ ૧૨ નવેમ્બર બાદ જોવા મળી રહ્યા છે.