ભરૂચ: પગુથણ ગામે રહેતો મુસ્તકિન ફારૂક દિવાન ૧૧મીએ પાનોલીમાં એક કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો ત્યારે અમદાવાદ તરફથી આવતી સુપરફાસ્ટ ડબલ ડેકર ટ્રેન નજીકમાં આવી. લોકોએ બૂમાબૂમ કરી. ટ્રેનના ચાલકે પણ અનેક હોર્ન માર્યાં છતાં મુસ્તકિન અડફેટે આવી જતાં સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું.