સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ છ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ ભરવાની નોટીસો મળી છે. તમામ પાંચ શુગર ફેકટરીઓને બે વર્ષના કુલ રૂ. ૪૩૭.૨૯ કરોડ ભરવા અંગે નોટિસ આપવામાં આવી છે. સહકારી શુગર ફેકટરીઓને ઇન્કમટેક્સની નોટિસો મળતાં ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ સહિતના આગેવાનોએ દિલ્હી જઇ રજુઆત કરી હતી.