બિલિમોરાઃ અમેરકાવાસી મુસ્લિમ પરિવારને વતનમાં જ ખોરાકમાં ઘરની પુત્રવધૂએ જ ઝેર ખવડાવતાં લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જોકે, સમયસર સારવાર મળતા પરિવારના સભ્યો બચી ગયા છે અને પુત્રવધૂ લાખો રૂપિયાની મત્તા લઇ ફરાર થઇ ગઇ છે.
બિલિમોરા પાસેના નાંદરખાના ઘાંચીવાડમાં રહેતા વિદેશવાસી મુસ્લિમ પરિવારના પાંચ સભ્યોને ગત સોમવારે રાત્રે પરિવારની પુત્રવધૂ તહેમીના (૨૫)એ ભોજનમાં સંભવતઃ માકડોલ નામનો ઝેરી પાવડર ભેળવી દીધો હતો અને બધા સૂઇ ગયા ત્યારે ઘરમાં લોખંડના કબાટમાંથી લાખ્ખો રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી, એવું પરિવારના મોભી ઇબ્રાહીમભાઇ મુસાભાઇ શેખ (૭૦)એ જણાવ્યું હતું. જો કે આ બાબતે તેમનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવશે, ખોરાકી ઝેરની અસરથી અસરગ્રસ્તો સારવાર આપવામાં આવી હતી.