સોનગઢ: ડાંગ જિલ્લાનું મોટી કસાડ ગામ પૂર્ણા નદીના કિનારે વસેલું છે. પૂર્ણા નદીના પેલે પાર લહાન કસાડ ગામ આવેલું છે જ્યાં સુધી મુખ્ય રસ્તો અને ત્યાંથી ગ્રામજનો સોનગઢ, આહવા અને નવાપુર જતા હોય છે. આ બન્ને ગામ વચ્ચે વહેતી પૂર્ણા નદી પર પુલ નથી. તેથી વર્ષાઋતુમાં જ્યારે નદીમાં ભરપૂર પાણી વહેતું હોય ત્યારે લોકોની સ્થિતિ દયાજનક બને છે. લોકો નદી પાર કરવા હવા ભરેલી ટ્યૂબ અને તપેલાનો ઉપયોગ કરે છે.
સ્થાનિકો એક મોટું તપેલું લે છે. એની પર હવા ભરેલી ટ્યૂબની મૂકે છે. તેની પર બેસી નદી પાર કરે છે. લોકો વર્ષોથી અહીં પુલ બનાવવાની માગ કરે છે પરંતુ તંત્ર કે અધિકારીઓ લોકોની વાત પર ધ્યાન આપતા ન હોવાનો વસવસો લોકોને છે.