રાજપીપળા: નગર પાલિકા વિસ્તારમાં આવતી રાજેન્દ્રનગર સોસાયટી જ્યાં ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા રહે છે. સોસાયટીમાં રૂ. ૨.૮ લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામકાજ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત યોજાયું હતું. આ કામગીરી વચ્ચે અમને આમંત્રણ કેમ નથી. આપ્યું તેમ કહી પાલિકાના અપક્ષ સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. સાંસદ અને પાલિકા સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આ કામ મેં મંજૂર કરાવ્યું છે. સામે કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, બોર્ડમાં લીધી વિના તમે આ કામ કેમ મંજૂર કરાવ્યું?