વડોદરાઃ તારાપુર તાલુકાના મોરજ ગામના બરકતમીંયા ફકરૂમિયા શેખ (ઉ.વ.૪૭) ખેડૂતને ખેતમજૂરોને મજૂરીના નાણાં ચૂકવવાનાં હોઈ અને તેઓની પાસે રદ્દ કરાયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટો હોઈ તેઓ રદ કરાયેલી નોટો બદલાવવા માટે તારાપુરની કોર્પોરેશન બેંકમાં ગયા હતા. સતત બે કલાક સુધી લાઈનમાં ઉભા રહેવાના કારણે અચાનક છાતીમાં દુખાવા સાથે હાર્ટએટેકનો હુમલો થતાં તે બેંકમાં બેભાન થઈ ગયા પછી તાત્કાલિક તેમને તારાપુરની હોસ્પિટલમાં લઈ જવાયા જયાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.