ઉમરગામઃ ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીમાં સાતમા માળે રહેતી એક પરણિતા સાથે બે સંતાનના પિતા રાજુભાઇ કિશનભાઇ દુબળા (ઉં. ૪૫) છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધ ધરાવતો હતો. બીજી ઓક્ટોબરે વહેલી સવારે રાજુ પ્રેમિકાને મળવા આવ્યો હતો. દરમિયાન અચાનક મહિલાનો પતિ આવી જતાં રાજુએ પકડાઇ જવાની બીકે પ્રેમિકાના સાતમા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતાં તેનું મોત થયું હતું. પોલીસે આ ઘટનામાં અક્સ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.
પૂર્વ આયોજિત હત્યાની શંકા
મૃતક સ્વજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, રાજુ સાથે પહેલી ઓક્ટોબરે રાત્રે પ્રેમિકાના પતિએ ઝઘડો કર્યો હતો. બીજા દિવસે મહિલાએ તેને સામેથી બોલાવ્યો હતો. અચાનક ત્યાં મહિલાના પતિ સાથી મિત્રોએ આવી રાજુને ૭મા માળેથી ફેંકી તેની હત્યા નીપજાવી હોઈ શકે છે.