ભરૂચ: નબીપુર ગામના અને ભરૂચની પ્રેસિડન્ટ સોસાયટીમાં રહેતાં સિરાજ પટેલનો ૧૯ વર્ષીય પુત્ર સમીર મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે કેનેડા ગયો હતો. સિરાજ પટેલના ૧૯ વર્ષના પુત્ર સમીર કેનેડાની બ્રોક યુનિવર્સિટીમાં ભણતો હતો. નવમી જૂને સાંજે મિત્રની વર્ષગાંઠ મનાવવા માટે અન્ય મિત્રો સાથે તે નાયગ્રા ફોલ ફરવા ગયો હતો. સમીરનો પગ ત્યાં લપસી જતાં તે નાયગ્રા ફોલમાં ગરકાવ થઇ ગયો હતો. ગુમ સમીરને શોધવા માટે કેનેડાની ઇમર્જન્સી ટીમે કવાયત હાથ ધરી છે.