સુરતઃ ચોકબજારના રાજા ઓવારાના કુખ્યાત બૂટલેગર મમ્મુના સાગરિત અને જંગલી તરીકે કુખ્યાત ટપોરી ઉમર ગુલામ પટેલને નવમીએ મોડી રાત્રે પાલિયા ગ્રાઉન્ડમાં જ જૂની અદાવતમાં જાહેરમાં તલવાર અને ચપ્પુના ઘા મારીને પૂરો કરી દેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઉમરે આ વિસ્તારમાં રહેતી બંગાળી મુસ્લિમ યુવતીની છેડતી કરી હતી. તેના ભાઈ ખેરાલુએ બે સાગરીતો સાથે મળીને ઉમરને તીક્ષ્ણ હથિયારના ૩૦ ઘા મારી દીધા હતા. આ ઉપરાંત ખેરાલુએ સાથીઓ સાથે મળીને ઉમરનો જ્યાં ગેરકાયદે ધંધો ચાલતો હતો તે ઝૂંપડાને આગ લગાવલી હતી જેના કારણે આજુબાજુના ૪૦ ઝૂંપડાં પણ બળી ગયા હતા.
પાલિયા ગ્રાઉન્ડના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઉમર અને ખેરાલુ દારૂ અને જુગારના ધંધામાં પાર્ટનર પણ રહી ચૂક્યા હતા અને બંને ધંધામાં છૂટા પડ્યા પછી ગેરકાયદેસર ધંધા પર વર્ચસ્વ જમાવવા બંને વચ્ચે હરીફાઈ પણ ચાલતી હતી.