બારડોલીઃ અમેરિકામાં રહેતા ભારતીયો માટે યોજાતી એક સોંદર્ય સ્પર્ધામાં મૂળ બારડોલી તાલુકાના માણેકપોરનો યુવક વિજેતા થયો છે. લોસ એન્જલસમાં યોજાયેલી આ સ્પર્ધામાં ઘણા ભારતીય મૂળના ઘણા હોલિવૂડ અભિનેતા અને અગાઉના વિજેતા મોડેલ હાજર રહ્યા હતા. આ સ્પર્ધાને હોલિવૂડમાં પ્રવેશ પરીક્ષા ગણવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા બનેલી પ્રિયા પટેલ અલાબામાની રહેવાસી છે અને તે મેડિકલની વિદ્યાર્થીની છે. તેણે જણાવ્યું હતું કે તે ડોક્ટર હોવાની સાથે મોડલિંગ ક્ષેત્રે પણ કામ કરવા ઇચ્છે છે. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અભિનેત્રી અંજુ મહેન્દ્રુ, સુપર મોડલ કેટી કેલરી, અભિનેતા કેન ડિવેટીયન, બ્રેવો ટીવીના આસિકા મિર્ઝા, અભિનેતા રવિ પટેલ, મોડલ એક્ટર સેમ અસગરી, અભિનેતા વેડીલ ડેવિડ અને સોની પીક્ચરના વાઇઝ પ્રેસિડન્ટ ડિવેટ ટ્યુકાર હતા.
મિસ્ટર ઇન્ડિયા અમેરિકા ૨૦૧૫નો ખિતાબ જીતનારો સાવન પટેલે ભરતનાટ્યમ્ ની પણ તાલિમ લીધેલી છે. સાવન સાંતા મોનિકા કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પરિવારમાં પિતા ચેતન પટેલ, માતા ખુશ્મા પટેલ અને બહેન નીલમ છે. સાવનનો જન્મ અમેરિકામાં થયો હતો.