અમદાવાદઃ નવસારી જિલ્લામાંથી પસાર થતી જાણીતી અંબિકા નદીમાં જોખમી પ્રદૂષણ અને ગંદકીને લઇ ગુજરાત હાઇ કોર્ટમાં થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અહેવાલ અનુસાર, ખુદ સ્થાનિક બિલીમોરા નગરપાલિકા જ છેલ્લા 30-35 વર્ષોથી અંબિકા નદીના કિનારાના વિસ્તારમાં અને નદીના પાણીમાં પ્લાસ્ટિક વેસ્ટ, સોલીડ વેસ્ટ સહિતના કચરો એકત્ર કરી તેનો ખુલ્લેઆમ નિકાલ કરી રહી છે. પરિણામે સ્થાનિક પર્યાવરણ અને વાતાવરણ ગંભીર રીતે જોખમી બન્યું છે.