સુરતઃ આતંકની હારમાળા સર્જવા સુરતમાં ૨૯ બોંબ પ્લાન્ટ કરનાર આંતકી યાસીન ભટકલ એક સાથે ગુજરાતના ચાર મહાનગરોમાં ૧૫૦ બોંબ મૂકવાનો ઇરાદો ધરાવતો હતો, પરંતુ બીજા બે મહાનગરોમાં લોકલ મોડ્યુલ નહિ મળતાં અમદાવાદ અને સુરતમાં જ બોંબ પ્લાન્ટ કરી શક્યો હતો. સદ્નસીબે સુરતમાં એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો. ઈન્ડિયન મુજાહિદ્દીનના આ આતંકી યાસીન ભટકલની પૂછપરછ દરમિયાન ભટકલે સુરતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આ બોંબ પ્લાન્ટ અંગે ૨૪મીએ બે કલાક સુધી નિવેદનો આપ્યાં હતાં. પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલેટપ્રુફ વાનમાં સુરતની કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો.