બીલીમોરાઃ ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સુરક્ષા તંત્ર દ્વારા સરહદી કાંઠા વિસ્તારોની સુરક્ષા વધારી દેવાઈ છે. જેના ભાગરૂપે બીલીમોરા પાસેના ધોલાઈ મત્સ્યબંદર તથા કોસ્ટલ બોર્ડર પર નવ એસઆરપીનાં શસ્ત્ર જવાનો અહીં તૈનાત છે.
આ અંગે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ થોરાટે ત્રીજી ઓક્ટોબરે જણાવ્યું હતું કે, એસઆરપીના ચુનંદા નવ શસ્ત્ર જવાનો જિલ્લાના કોસ્ટલ વિસ્તારની સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. જેઓ સતત દરિયાઈ સીમાની સુરક્ષા સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. જોકે તેમણે એ પણ કહ્યું કે દરિયામાં સુરક્ષા કરવા માટે બોટની માગણી કરવામાં આવી છે. તે ખૂબ જ ટૂંકા સમયમાં સંતોષાતા દરિયાઈ જળસીમામાં પણ પેટ્રોલિંગ હાથ ધરાશે. હાલમાં ઈમરજન્સી જણાય તો સ્થાનિક ફિશરમેનોની બોટો પણ સહારો લેવાશે.