સુરતઃ લશ્કર માટે પહેલી ‘કે-૯ વ્રજ’ તોપ સુરતમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તેની મારક ક્ષમતા ૭૫ કિમી સુધી છે. જે બોફોર્સ કરતા પણ ૩ થી ૬ ઘણી વધુ છે. તેની પ્રથમ તોપ હવ લશ્કરને ટેસ્ટિંગ માટે અપાશે. લશ્કર પરીક્ષણ કરી તેમાં જરૂરિયાત મુજબ પરિવર્તન કરાશે. ત્યારબાદ બલ્કમાં તેનું ઉત્પાદન સુરતમાં કરાશે. આ તોપ હજીરામાં આવેલી એલ એન્ડ ટી કંપનીમાં બની હોવાનું મનાય છે.
તોપની ખાસિયતો
૧૫૫ એમએમ કે ૫૨ કેલિબરની તોપ છે. ૪૦ કિમી સુધીની મારક ક્ષમતા, તેને વધારીને ૭૫ કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણા ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તેની સાથે તેનું ૧૦૦૦ હોર્સ પાવર એન્જિન તેને ઘણી ઝડપથી મુવ કરવાની ક્ષમતા આપે છે.