ભરૂચના એક જ પરિવારના ૭ લોકોનાં અકસ્માતમાં મોત

Wednesday 04th July 2018 08:16 EDT
 
 

અમીરગઢઃ રાજસ્થાનના આબુરોડથી શિવગંજ જતા હાઈવે પર પોશાલિયા નજીક ૨૯મી જૂને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા મૂળ રાજસ્થાનના પણ ભરૂચમાં જાડેશ્વર વિસ્તારમાં રહેતા જોષી પરિવારના બે બાળકો સહિત ૭ લોકોનાં મોત થયાં હતાં. જ્યારે આ ઘટનામાં પરિવારનાં ડિમ્પલ અને ચિરાગ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારના ચાલકે સંતુલન ગુમવાતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતા ટ્રક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
મૃતકોની યાદી
• સુમિત્રા પુરણ જોષી (ઉં ૨૬)
• ખુશ્બુ મનોજકુમાર જોષી (ઉ ૧૨) • રેખાબેન કૈલાસજી જોષી (ઉં ૨૪) • શેરોન પ્રવિણકુમાર જોષી (ચાર માસ) • સાન્વી પુરણકુમાર જોષી (ઉં ૧) • પ્રવીણકુમાર જોષી (ઉં ૩૦) • કૈલાશ ઓમપ્રકાશ જોષી (ઉં ૨૮)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter