ભરૂચઃ શહેરના યુવાન સોફ્ટવેર એન્જિનિયરે કેલિફોર્નિયા સ્થિત એમેઝોન કંપનીમાં રૂ. ૧ કરોડના પેકેજ સાથે જોબ મેળવી છે. સંસ્કાર પાર્ક સોસાયટીમાં રહેતા વિક્રમ ભટ્ટના પુત્ર મૌલિકે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટની સેનહોજ સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. ઇન્ટરવ્યુના વિવિધ રાઉન્ડમાં મૌલિકના પ્રભાવશાળી પરફોર્મન્સને ધ્યાને લઇને એમેઝોને જંગી સેલેરી પેકેજ સાથે તેને પસંદ કર્યો છે.