ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે. અમદાવાદના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારી ઝેડ. એ. ખાને જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લો પહેલા સુરતની પાસપોર્ટ કચેરી હસ્તક હતો. તે હવે ૬ માર્ચથી અમદાવાદ કચેરી હસ્તક રહેશે. તેથી તેમને અમદવાદના મીઠાખળી, વિજય ચાર રસ્તા અને વડોદરા અને રાજકોટના પાસપોર્ટ સેવા કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયામાં કોઇ ફેરફાર થયો નથી.
રેલવેનું સેટેલાઈટ ટર્મીનલ સુરતમાં બનશે
રેલવે પ્રધાને બજેટમાં રેલવેને ડિઝિટલાઇઝ્ડ કરવાની જાહેરાત કરી છે. જેમાં સેટેલાઈટ ટર્મીનલ બનાવવાનો મુખ્ય મુદ્દો છે. આવા ટર્મીનલ માટે વિવિધ દસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી માત્ર સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સ્ટેશનો પર ટ્રાફિક વધુ રહે છે અને તે ગીચ વિસ્તારમાં છે ત્યાં સેટેલાઇટ ટર્મીનલ વિકસાવાશે. તેથી આ સમાસ્યા નિવારવા જો સેટેલાઈટ દ્વારા ટર્મીનલનું સંચાલન થાય તો સંચાલન સરળ બનાવવાની સાથે સલામતી પણ વધુ જળવાઈ રહેશે, તેમ જાણકારો માને છે.