રાજપીપળાઃ ભારત - પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સુરક્ષા વધારી દેવાઈ છે. થોડા સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને બોંબથી ઉડાવી દેવાની ફિરાકમાં આતંકીઓ હોવાના ઇનપુટ મળ્યા હતા. દરમિયાન પહેલી માર્ચે વડોદરાના રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટેટ આઇબીની ટીમે કેવડિયામાં ધામા નાંખ્યા હતા.
કેવડિયામાં નર્મદા ડેમ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા છે. દુશ્મનોના નાપાક ઇરાદા બર ન આવે તે માટે કેવડિયા કોલોનીને હાલમાં પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.