સુરતઃ સાધ્વી પ્રાચીએ અનામતના મુદ્દે હાર્દિક પટેલને અડફેટે લીધો હતો. સાધ્વીએ હાર્દિકને લઈને કહ્યું કે, ભીખ માંગીને અમીર થવા કરતાં મહેનત કરીને અમીર બનવું જોઈએ. વિશ્વ હિન્દુ રક્ષક સંસ્થાના એક કાર્યક્રમ માટે સુરત આવેલાં સાધ્વી પ્રાચીએ અનામત મુદ્દે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે જો ચા વેચવાવાળો વડા પ્રધાન બની શકતો હોય તો કોઈ પણ જે ઇચ્છે તે બની શકે છે. હાર્દિકે નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લેવી જોઈએ. અનામત આર્થિક આધાર પર હોવું જોઈએ.