બારડોલીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સાથી અને ભાજપ સંગઠનમાં વર્ષો સુધી તેમની સાથે કામ કરનારા બારડોલી વિધાનસભા બેઠકના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાત સરકારના માજી પ્રધાન રજનીકાંત રજવાડીનું બારડોલી ખાતે નિધન થયું છે. ૨૧ નવેમ્બરે સવારે તેમણે પરિવારના ડોક્ટર સભ્યો દ્વારા સંચાલિત બારડોલી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર ફેલાતાં જ ભાજપના કાર્યકરો એકત્ર થઈ ગયાં હતા. બાદમાં બારડોલી સ્મશાનભૂમિમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
રજનીકાંત રજવાડીના અવસાનની જાણ થતા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ ટ્વીટ કરી શોકસંદેશો પાઠવીને સાંત્વના વ્યક્ત કરી હતી.