કપરાડાઃ ફતેહપુરગામ પાસે દમણગંગા નદીમાં ઇતિહાસમાં પહેલીવાર નદીમાં પાણીના સ્તર ઘટી જતાં રજવાડા સમયનો કિલ્લો જોવા મળ્યો છે. જે આશરે ૩૦ મીટર ઊંડાઈ અને ૨૦ મીટર પહોળાઈ ધરાવતો હોવાની ધારણા છે. નદીમાં આ રીતે રાજા રજવાડા સમયનું બાંધકામ પણ ઇતિહાસમાં પ્રથમવાર જોવા મળતાં આ વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાઈ રહ્યું છે. કિલ્લાને જોવા માટે લોકો હોડી મારફત લગભગ એક કિમી સુધી પાણીમાં જઈ જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા છે.
રજવાડી બાંધકામ છે.
પારડીનાં મોટાપોંઢા કોલેજનાં નિવૃત્ત આચાર્ય અને દક્ષિણ ગુજરાત ઇતિહાસ પરિષદનાં માજી પ્રમુખ બી. એન. જોશીએ જણાવ્યું હતું કે આ બાંધકામ છઠ્ઠી સદીનું લાગી રહ્યું છે. કારણ કે તે સમયે સમગ્ર ધરમપુર રાજ્ય રાજા રજવાડાનો વિસ્તાર હતો.
જૂનો ફતેહપુરના રાજાનો કિલ્લો છે
વડીલો કહેતાં હતાં કે અહીં સદીઓ અગાઉ રાજા રજવાડાઓ પોતાનો કિલ્લો બનાવી રહેતા હતાં. બાદમાં ફતેહપુરમાં બનાવવામાં આવેલો કિલ્લો છોડી રાજા ધરમપુર સ્થાયી થઈ ગયા હતા.