નવસારીઃ ચીખલી તાલુકાના માણેકપોરની એક જમીનના મૂળ માલિકો દક્ષિણ આફ્રિકામાં રહેતા હોવાને કારણે આ જમીન પડાવી લેવાનો આખો કારસો ઈસ્માઈલ રાવતે ઘડી કાઢ્યો હોવાનું કહેવાય છે. જમીનના ખોટા પાવર બનાવી દેવામાં આવ્યા હતા, તેમાં જમીનના મૂળ માલિક અસમાલ રાવતના વારસદારો પૈકી ત્રણ મૃત્યુ પામ્યા હતા તેમના નામ દસ્તાવેજમાં હોવાથી નામ રદ કરાવવા ડેથ સર્ટીફીકેટ રજૂ કરવા પડે. તેથી કૌભાંડ બહાર ન આવી જાય તે માટે ડમી માણસો ઊભા કરીને જમીનના પાવર ઓફ એટર્ની ઈસ્માઈલ રાવતે પોતાના નામે કરાવી લીધા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૌંભાંડમાં બીલીમોરાના સતીષ ઝાલાવાડિયા નામના માણસે ઈસ્માઈલની જમીન પટે રાખવાના ખોટા કાગળિયા કરવામાં મદદ કરી હતી.