વલસાડઃ જિલ્લાના નાનાપોંઢામાં આવેલી માતૃભૂમિ રિયલટેક કંપનીએ ખાતેદારોને પાકતી તારીખે પૈસા પરત નહીં કરીને માત્ર ખોટા વાયદાઓ કરીને અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુનું ફૂલેકું ફેરવી નાંખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
નાનાપોંઢા પોલીસે આ કંપનીના ડિરેક્ટરો વિનોદ પટેલ, સંજય હેમંત બિશ્વાસ બાદ હવે માસ્ટર માઈન્ડ એમડી પ્રદીપ ગર્ગની ધરપકડ કરી લીધી છે.
જોકે, તેના રિમાન્ડ ન મળતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. માતૃભૂમિ ગ્રુપ ઓફ કંપની અંતર્ગત રિયલટેક ડેવલપમેન્ટ લિ.ના એજન્ટોએ કંપનીની સ્કીમ અંતર્ગત હજારો ખાતેદારો પાસેથી વિવિધ સ્કીમ હેઠળ ઈન્વેસ્ટમેન્ટ લીધું હતું. કાગળો પર જમીન બતાવી તેને ઓછી કિંમતે ખરીદી ફળદ્રુપ બનાવી તેનો સીધો લાભ મળશે એવી સહિત જાતજાતની સ્કીમ બતાવી હતી.
કંપનીની મહારાષ્ટ્રના થાણે ઘોડબંદર રોડ સ્થિત રજિસ્ટર્ડ હેડ ઓફિસ હતી. જ્યાંથી તેના સંચાલકો એજન્ટોને કહી માસિક, ત્રિમાસિક, છ માસિક, વાર્ષિક એસઆઈપી જેવી સ્કીમમાં રોકાણ કરાવેલું હતું.