નર્મદાઃ જિલ્લાના ડેડિયાપાડાના ૧૬ કિ.મી.ના પાંચ રસ્તાના ખાતમુહૂર્તની પૂજાવિધિ વખતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ પ્રધાન મોતીસિંહ વસાવા સહિતના આગેવાનોએ ખાખરના પાનથી દારૂનો અભિષેક કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં આકરા પ્રહાર કરીને આ પ્રથા બંધ કરાવવાની માગ કરી હતી. બાદમાં મોતીસિંહ વસાવાએ હાસ્યાસ્પદ બચાવ કરતા કહ્યું હતું કે, આ દારૂ નહીં, પણ ગોળનું શરબત હતું. આ કાર્યક્રમમાં દારૂબંધીનું ઉલ્લંઘન કરવામાં ભાજપ, કોંગ્રેસ અને બીટીપી એક સાથે દેખાયા હતા.