સુરત: મુંબઈ અને સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાની મહામારી વચ્ચે ઉઠમણાંઓ થવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસ પૂર્વે જ મુંબઇમાં એક ઉદ્યોગકાર રૂ. ૪૦થી ૫૦ કરોડમાં ઉઠી ગયો હતો. જ્યારે વધુ એક હીરા દલાલ રૂ. ૧૦ કરોડમાં ઉઠ્યો હતો. ત્યારે ૨૪મી જૂને વધુ એક મુંબઇના બ્રોકરે ઉઠમણું કરી લીધું છે. સાબકાંઠાના અને મુંબઇ બીકેસીના વેપારીઓ સાથે આ બ્રોકર માલની લે-વેચ કરતો હતો.