મુંબઈઃ કોરોનાને કારણે વૈશ્વિક બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફકટો પડ્યો છે. મુંબઈ હીરાબજાર હજુ તો હમણાં જ શરૂ થયું છે ત્યાં જ બે હીરા વેપારીઓ ગાયબ થઈ જતાં લેણદારો અને અન્ય હીરા ઉદ્યોગકારોમાં દહેશત ફેલાઈ છે. જે બે વેપારી ગાયબ થયા તેમના લેણદારો અને અન્ય હીરાવેપારીઓ કારખાનેદારોના આશરે રૂ. ૨૫ કરોડથી વધુ પેમેન્ટ સલવાયા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઉત્તર ગુજરાત પંથક સાથે સંકળાયેલા આ વેપારીઓ સુરત તથા મુંબઈના વેપારી પાસે પોલિશ્ડ ડાયમંડનો જથ્થો ખરીદીને તેનું વિદેશી બજારમાં વેચાણ કરતા હતા. તેઓ ચાઈનામાં વધુ વેપાર કરતા હતા.