સુરત: પલસાણાના કાપડના વેપારી મનોજભાઈ પટેલ (૫૦) બાથરૂમમાં સ્નાન કરતી વખતે પડી ગયા હતા અને તબીબોએ ૩૦મી જૂને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતિથી મનોજભાઈની બે કિડની અને એક લીવરનું દાન કરાયું હતું. દાન કરાયેલી કિડની પૈકી એક ભાવનાગર હીપાભાઈ રામભાઈ ચાવડા (૨૮) અને બીજી રાજકોટના હેપ્પી કનેરિયા (૨૦)માં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. લીવર સુરતના જ રહેવાસી સુનિતાબહેન પારેખ (૫૧)ને અપાયું હતું.
મનોજભાઈનાં અંગદાન પછી પત્ની ભારતીબહેન સહિતના પરિવારજનો મનોજભાઈના મૃતદેહને પલસાણા લઈ ગયા. ત્યાં પહોંચતાં જ ભારતીબહેન બેભાન થઈ ગયા. તેમની તબીબી તપાસમાં જણાયું કે તેમનું બ્લડપ્રેશર લો થઈ જવાથી એટેક આવતાં તેમનું મોત નીપજ્યું હતું. પતિની સાથે જ પત્ની પણ અંતિમ માર્ગે ચાલી નીકળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.