સુરતઃ સોશિયલ મીડિયા પર ત્રણ દિવસથી એક મેસેજ ફરી રહ્યો છે કે સુરતના લાલજી પટેલે રૂ. ૬૦૦૦ કરોડની રોકડ સરેન્ડર કરી છે. આ વાઇરલ મેસેજમાં લાલજીને બિલ્ડર બતાવાયા છે જ્યારે હકીકતમાં સુરતમાં લાલજી પટેલ નામના કોઈ મોટા બિલ્ડર નથી. લાલજી પટેલ સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ છે. તેમણે આ અંગે કહ્યું કે સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરી રહ્યો છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી.
મેં કંઈ સરેન્ડર કર્યું જ નથી અને મારી પાસે આટલા રોકડા પણ નથી. આ વાત પાયાવિહોણી છે. તેઓ ધર્મનંદન ડાયમંડ્સના ચેરમેન છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખેલો સૂટ હરાજીમાં ૪,૩૧,૩૧,૩૧૧ રૂપિયામાં ખરીદ્યો હતો.