સુરતઃ નસવાડી તાલુકામાં કુલ ૨૧૨ ગામડાઓ આવેલાં છે. આ તાલુકાના તણખલા અને ડુંગર વિસ્તારના દુગ્ધાથી ઉપરના ૧૦૦ ગામોમાં કોઈ મેબાઇલ નેટવર્ક આવતું હોઇ કુકરદા ગામમાં મોબાઈલ ધરાવતા ગામ લોકો દ્વારા ૧૦૦ ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા ડુંગર પર પ્લાસ્ટિક નાંખીને લાકડાની એક કાચી ઝૂંપડી બનાવાઈ છે. જેનું મુખ્ય કારણ એ છે કે અહીં દરેક કંપનીના નેટવર્ક પકડાય છે. જો સંજોગોવસાત કોઇ ઘટના બને તો તંત્રને જાણ કરી શકાય તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાનો લાભ આદિવાસી વિસ્તારમાં મળે તે માટે ઝૂંપડી ડુંગર પર બનાવાઈ છે. હાલ દેશના વડા પ્રધાન મેક ઈન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે નસવાડી તાલુકામાં મુખ્ય મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ છે.