સુરતઃ રાણીતળાવ વિસ્તારના ભારબંધવાડમાં રહેતા અબ્દુલ હમીદ મણીયાર ઉર્ફે મુન્નાભાઈએ ૨૪મી એપ્રિલે બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં પોતાના જ ઘરમાં એકના એક પુત્ર ઇમરાનની ચપ્પુના બે ઘા ઝીંકી હત્યા કરી હતી. છેલ્લા ૧૦ વર્ષથી લંડન રહેતો ઇમરાન અવારનવાર સુરત આવતો હતો. ઇમરાને થોડા સમય અગાઉ જ ઘરમાં રિનોવેશન કરાવ્યું હતું અને તે માટે તેના પિતાએ રૂ. ૧.૮૦ લાખ આપ્યા હતા. આ રકમના જ હિસાબના મામલે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પિતાએ એકના એક પુત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. પવિત્ર રમઝાન માસ શરૂ થયો તેના ગણતરીના કલાક પહેલાં જ બનેલી આ ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લાલગેટ પોલીસે ઇમરાનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.