રાજપીપળા: રાજપીપળા એરોડ્રામ પર હવે ત્રણ એર સ્ટ્રીપ બનશે તે નક્કી છે. આ માટે ગુજરાત તથા કેન્દ્રીય એવિએશનની ટીમે રાજપીપળામાં સર્વે પણ કર્યો છે તેવા અહેવાલ છે. હાલમાં એરોડ્રામ પર ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને એક નાનો રનવે પણ બનાવાયો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપળામાં ઉતરાણ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
પહેલાં ઈન્ટરનેશનલ પ્લેન માટે રનવે બનાવી એર સ્ટ્રીપ બનાવવાનું નક્કી થયું હોવાનું જણાયું હતું, પરંતુ અહીં એર સ્ટ્રીપ માટે જમીન ઓછી પડતી હોવાથી તે આયોજન અંગે કોઈ નિર્ણય લેવાયો નહીં. એ પછી આ સ્થળે એર સ્ટ્રીપ બનવાની તૈયારીઓ શરૂ થતાં હવે અધિકારીઓ મુલાકાત લેશે. સ્ટ્રીપ બન્યા બાદ રાજ્યોના મોટા શહેરોમાંથી આ ચાર્ટર પ્લેનની કનેક્ટિવિટી
શરૂ કરવામાં આવશે. તેવા અહેવાલ છે.