રાજપીપળાઃ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા ૪૧૯ વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં દર વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૭ વર્ષથી રાજપૂત સેવા સમાજ દ્વારા તલવાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુરના ૨૫૦ જેટલા રાજપૂત યુવાનો બે હાથમાં તલવાર લઇ વિવિધ કરબતો સાથે તલવાર આરતી કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટી સંખ્યામાં આરતી કરતી મુશ્કેલ હતી. જોકે આ મહાઆરતીની પરંપરા ન તૂટે તે માટે માત્ર ૩૧ યુવાનોએ તલવાર આરતીમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ લોકોને આરતીનો લાભ લેવા માટે મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લાઇવ કરવામાં આવતાં લોકોએ ઘરે બેસીને આરતી નિહાળી હતી.