રાજપીપળાઃ આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદામાં દેશની પ્રથમ બિરસા મુંડા યુનિવર્સિટીને વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ કરી દેવાઈ છે. હાલ રાજપીપળાના વાવડી રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળામાં શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં જીતનગર પાસે ૨૫ એકર જગ્યામાં યુનિવર્સિટીનું ભવન બનાવાશે.