સુરત: શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૫૧૧૧૧૧૧૧નું દાન કરાયું છે. આ પ્રસંગે વીએચપીના સંગઠન મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ હાજર રહ્યા હતા. ૧૫ જાન્યુઆરીથી શરૂ થયેલા આ અભિયાનમાં સુરતમાં બાળકોથી લઈને વડીલો, ઉદ્યોગપતિઓ દ્વારા રામ મંદિર માટે દાનનો ધોધ વહાવ્યો છે.