સુરતઃ હીરા ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીની સંઘવી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ધિરાણ આપનાર બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયત સમયમાં બેંકોના બાકી નાણાંની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયેલા હીરા ઉદ્યોગકારની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના ભારત ડાયમંડ બુર્સમાં આવેલી સંઘવી એક્સપોર્ટ ઇન્ટરનેશનલની ઓફિસનો કબજો લીધો હતો. બનાસકાંઠાના ડીસાના વતની સંઘવી પરિવારની ૩ કંપનીઓ અને તેમના બેંક ગેરેન્ટર રહેલી કંપનીઓને પણ નોટિસ આપી ૬૦ દિવસમાં બેંકના બાકી નાણા ચૂકવવા નોટિસ આપી હતી, જોકે નોટિસ બાદ પણ કંપની તરફથી પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી ન હતી. બેંકો સાથે લાંબા સમયના નેગોસિએશન પછી દેશની ૧૦ બેંકોને જયારે એવુ લાગ્યું કે આ મૂડી પરત લેવા માટે કોર્ન્સોટિયમ રચવું પડશે અને મિલકતો જપ્તી થકી જ ડૂબેલા નાણા પરત આવશે.