સુરતઃ દેશમાં સૌ પ્રથમ આદર્શ ગામ તરીકે માત્ર ૧૫૦ દિવસના ટૂંકાગાળામાં વિકસિત થયેલા નવસારીના ચીખલી ગામની કાયાપલટ જોઇને લંડન ખાતે યોજાયેલા ગ્લોબલ સમિટમાં લંડનના સાંસદ સહિત સૌ કોઇ પ્રભાવિત થયા હતા.
સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં નવસારીના સાંસદ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના દિને લાલકિલ્લા પરથી તમામ સાંસદ સભ્યોને તેમના મતવિસ્તારના એક ગામ દત્તક લઇ તેનો આદર્શ ગામ તરીકે વિકાસ કરવાનું આહવાન કરાયું હતું.
ત્યારબાદ પોતાના મતવિસ્તારોમાં એક ગામ દત્તક લેવા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ચીખલી ગામની પસંદગી કરાઇ હતી.
ગામોને સાચા અર્થમાં નંદનવન બનાવ્યું છે. માત્ર ૧૫૦ દિવસના ગાળામાં તૈયાર થયેલ ગામના રોડ, રસ્તા, સુએઝ, વોટર સપ્લાય, આંગણવાડી, બાગ-બગીચા, સ્મશાનગૃહ, બસ સ્ટેન્ડ, ખુલ્લી જગ્યામાં વૃક્ષોરોપણ સાથેનું બ્યુટીફીકેશન, તળાવને ડેવલપ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું હતું. ગત ૧૮ જુલાઇના રોજ ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા લંડનમાં ચાર દિવસીય સમિટનું કરાયેલા આયોજનમાં દત્તક લીધેલા ચીખલી ગામને ટૂંકા ગાળામાં કેવી રીતે આદર્શ ગામ બનાવ્યું તેનું પ્રેઝન્ટેશન કરાયું હતું. જેમાં ચીખલીની કાયાપલટ જોઇ લંડનના સાંસદ સહિતના ત્યાં ઉપસ્થિત સૌ કોઇ પ્રભાવિત થયા હતા.