સુરતઃ ૬૫ વર્ષીય મોહનભાઇ પંચાલ વર્ષોથી પરિવાર સાથે લુટન-યુકેમાં સ્થાયી થયા હતા. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમનાં માતા મંજુબહેન સુરતમાં આવ્યા હતાં અને સચીનના રહેવાસી પિતરાઇ ભાઇ ધનસુખભાઇના ઘરે રહેતાં હતાં.
માતાને મળવાની ઇચ્છા થતાં લગભગ ૫૦ વર્ષ બાદ મોહનભાઇ ૧૩મીએ સુરત આવ્યા હતા. સચીન ખાતે ઘરે એ.સી. નહીં હોવાથી મોહનભાઇ સચીનની હોટલમાં રોકાયા હતાં, પણ ૧૪મીએ મોહનભાઇ સચીન ખાતે ઘરમા આરામ કરતા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. મોહનભાઇને સંતાનમાં ૩ પુત્રી અને ૧ પુત્ર છે. તેમની અંતિમક્રિયા લંડન જ કરવા અંગેની ચર્ચાઓ છે.